STORYMIRROR

Devendra Raval

Drama Romance

3  

Devendra Raval

Drama Romance

કરી શકશો ?

કરી શકશો ?

1 min
163

દૂર રહો છો પણ દિલમાંથી દૂર કરી શકશો ?

ભૂલી જવા દિલને મજબૂર કરી શકશો ?


આસાન નથી લાગણીઓને અટકાવવી,

વ્યથા વિરહની મંજૂર કરી શકશો ?


ભૂલ તો તમને ચાહવાની જ કરી છે ને મેં,

પ્રેમમાં સજા આપવાનો કસૂર કરી શકશો ?


ચાંદના દિલમાંથી વહી રહી ચાંદની તો,

ચાંદ વગર ચાંદની મશહૂર કરી શકશો ?


વાત દિલની હોય ત્યાં અપેક્ષા ન હોય,

અકારણ પ્રેમ ભરપૂર કરી શકશો ?


આવ્યા જ છો તો મહેફિલનું માન રાખો,

પ્રેમના નશામાં જાતને ચકચૂર કરી શકશો ?


રિવાજોએ ચાહતનો શ્વાસ રૂંધ્યો છે સદા,

ચાહતનો અલગ તમે દસ્તુર કરી શકશો ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama