STORYMIRROR

Shaurya Parmar

Romance

3  

Shaurya Parmar

Romance

હું અને તું.

હું અને તું.

1 min
27.6K


રણમાં પાણી વિના તરસતો હું અને તરસતી તું,

યાદમાં ધોધમાર વરસતો હું અને વરસતી તું,

આંખો બંધ કરુને,મુખડુ દેખાય તારુ, 

સ્મિત કરે અને દલડું હરખાય મારુ,

અમસ્તા જ એકલો મલકાતો હું અને મલકાતી તું,

કોઈ નહી પણ ભરચક અંહીયા, 

વિના સંગીતે થાય તા..તા..થૈયા,

અમથે અમથા હરખાતો હું અને હરખાતી તુ,

શેની ખુશી છે?એ સમજાય નહી,

તારા વિના બીજુ કાંઈ દેખાય નહી,

ફકત આ સ્નેહ થકી વખણાતો હું વખણાતી તું,

રણમાં પાણી વિના તરસતો હું અને તરસતી તું,

યાદમાં ધોધમાર વરસતો હું અને વરસતી તું. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance