STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Drama Others

3  

Jaya. jani. Talaja."jiya"

Drama Others

હું અને મોબાઈલ

હું અને મોબાઈલ

2 mins
683

કેવી મજાની દુનિયા,  

બસ, હું ને મોબાઈલ,  

વગર મહેનતે મળે બધું જ,

ન ફરજ બજાવવાની,  

ન કોઈ કર્તવ્યની ઝંઝટ,  


મોબાઇલમાં મળે બધું જ,  

બેન, દીકરી, 'માં' ની જરૂર ક્યાં ?

એક સ્વીચ દબાવીએ,  

હાજર ભોજન ઘર પર,  

મિત્રને સખીની મળે ભરમાર,  

સહવાસ માટે,  

કુટુંબ, કબીલાની જરૂર ક્યાં ? 


બસ, હુંં અને મોબાઈલ,

સાંભળવા સમાચાર રાહ જોવી ક્યાં ? 

દબાવો સ્વીચ, સાંભળો 24 કલાક,  

સારા, નરસા સમાચાર તમામ,  

છેક, થિયેટરમાં જોવા જાવુંં પિક્ચર,

આ વિચારથી આવી જાય ચક્કર,

દબાવો સ્વીચ, જુવો કોઈપણ પિક્ચર,


બસ, હુંં અને મોબાઈલ,

ટીવી જોવામાં અડચણ હોય,

ઘરનું પાત્ર આવી જાય કોઈ,

મોબાઇલમાં રોકે કોણ ? 

દાદી, માં, કે ફોઈ !


જુઓ ગમે તે, એમાં જે હોય,

આધાર બસ, તમારા સ્વભાવ પર હોય,

દબાવી સ્વીચ, જુવો ગમે ત્યાં સુધી,

બસ, હું અનેેે મોબાઈલ,

જોવા જાવી દીકરી,

થાય નક્કી લગ્ન, ઘરે લાવવી દીકરી,  

આ કડાકૂટમાં પડે કોણ ? 


કંકોત્રી, કટલેરી, ઝવેરાત, ૧૫ લાખની ખેરાત,

સૂતા રહો દિવસ આખો, મળે હિરોઈન પડે રાત,  

મોટર, ગાડી, બંગલા ને દેખાવની ચિંતા શું ? 

ઉંમર હોય ગમે તે, પરણો મોબાઈલમાં,  

લઈ લ્યો, છૂટાછેડા મોબાઈલમાં,  

છૂટાછેડા કે પરણવામાં કોઈ ખર્ચ ક્યાં ? 


દબાવી સ્પીચ તમારી દુનિયાને બનાવો,  

તમારા વિચાર, રુચિ ને સ્વભાવ પ્રમાણે,  

સમાજ, કુટુંબના નિયમો ને, નેવે મેલ,

બસ, હું અને મોબાઈલ,

દુનિયાની એસીતેસી,  

કેવી મજાની દુનિયા,  

બસ, હુંં અને મોબાઈલ,  


અસ્તિત્વ ઓસરી જાય, તો જાય,

જીવન જાય, તો જાય,

બરબાદી ને ખુવારી ભલે થાય,

કેવી મજાની દુનિયા,

બસ, હું અને મોબાઈલ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama