STORYMIRROR

Heena Pandya (ખુશી)

Tragedy

4  

Heena Pandya (ખુશી)

Tragedy

હું અહી એવા નશામાં

હું અહી એવા નશામાં

1 min
449

હું અહીં એવાં નશામાં ડૂબતો ચકચૂર છું.

યાદની આ વેદનાથી હું ઘણો ભરપૂર છું.


જેમણે આ હાથ ઝાલ્યો એ જ કાપીને ગયાં,

'ને નથી જો પાંખ મારે, હું હવે મજબૂર છું.


જોઇ લેવા દે મને કે આ જગતને ના ભલે,

જિંદગીને પણ હવે હું ક્યાં લગી મંજૂર છું?


હું જ મારી જાતમાં વ્યસ્ત રહું છું એટલે,

આ જમાનો કહે છે એવું હું ઘણો મગરૂર છું.


હું "ખુશી" જોવા તને આવ્યા કરું તારે નગર,

ત્યાંય હું સઘળા જ મયખાને હવે મશહૂર છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy