હસાવી નાં શક્યા
હસાવી નાં શક્યા
હૈયે હતા સવાલો અમે કરી ના શક્યા,
હૈયાની વાતો અમે હોઠે લાવી ના શક્યા.
જીવનમાં મળ્યા તો ઘણા પોતાના લોકો,
પણ પોતાપણું કોઈ જતાવી ના શક્યા.
આશાઓના મોતી તો ઘણા હતા આંખોમાં,
પણ એક સુંદર શમણું સજાવી ના શક્યા.
પોતાના જ લોકોએ લગાવી આગ હૈયે,
હૈયે લાગેલી આગને અમે બુઝાવી ના શક્યા.
ઉદાસીના દરિયામાં ગરકાવ થયું હૈયું,
આ આગમાંથી જાતને બચાવી ના શક્યા.
વાણીના કાંટાઓથી ઘાયલ થયું હૈયું,
આ રડતા હૈયાને અમે હસાવી ના શક્યા.
