હરેક પળે છેતરાવ છું
હરેક પળે છેતરાવ છું


આમ તો હું ચાલાક છું,
પણ સ્કૂલમાં ડોનેશન આપીને છેતરાવ છું,
આમ તો હું ચાલાક છું,
પણ નેતાઓનું ભાષણ સાંભળી એના પર વિશ્વાસ કરીને છેતરાવ છું,
આમ તો હું ચાલાક છું
પણ કોઈની બે મીઠી વાતોમાં ભોળવાઈ
એના પર વિશ્વાસ કરી છેતરાવ છું,
આમ તો હું ચાલાક છું,
પણ નવી નવી એડ જોઈ બ્રાન્ડ નામે,
જરૂર કરતા વધારે ખરીદી કરી છેતરાવ છું
આમ તો હું ચાલાક છું,
હૈયાની વાતો ને ક્યારેય હોઠે લાવતી નથી
પણ પ્રેમની બે મીઠી વાતોથી છેતરાવ છું,
આમ તો હું ચાલાક છું
પણ આધુનિકતાનાં સ્વાંગમાં,
ખુદથી જ ખુદ છેતરાવ છું.