હ્રદય
હ્રદય
હદયના તારા ભાવથી ભીંજવવા,
મારે વાદળ થઈ જવું છે,
તારી ભાવનાઓમાં આમ ભીંજવવા,
તરસી ધરા થઈ જવું છે.
હદયના ધબકાર બનીને રહેવું છે,
તારી જ ધમનીમાં રૂધિર થઈ વહેવું છે,
તારો હાથ ઝાલી હ્રદયના પંથે ચાલવું છે,
ઐક્ય સાધી તારા જ હદયમાં રમવું છે.

