હોય છે
હોય છે
આખર સુધી સવાલ તો સવાલ જ હોય છે..
હોય નઝર સામે છતાં જવાબ ક્યાં હોય છે..
પરોવાયા છે એટલે ટકી રહ્યાં છે મણકા બધા..
ન હોય દોરો તો બધા જ વેરવિખેર હોય છે..
હોય મીઠી ભલે ખુજલી તો ખુજલી જ હોય છે..
ને દર્દ બધાની દવા ક્યાં કોઈને મળતી હોય છે..
રાખી'તી ઉજળી જાત ક્યાં થવા દીધી મેલી..
આવે જાત પર સચ્ચાઈ બધાને દેખાતી હોય છે..
મુલક આખાના તાર્યા હતાં એ ના જ ડુબે કિનારે..
હોય સઘળા સ્વાર્થ ના તો જ આમ બનતું હોય છે..
છે કંકાસ કાળો વિચારી જાત સંકોરતા હોય છે..
માવતર એના જ કોઈ આશ્રમ માં રહેતા હોય છે..
