STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others Children

4  

Bhavna Bhatt

Inspirational Others Children

હોંકારો

હોંકારો

1 min
73

વ્યવહાર તો વ્યવહારથી ઉજળા બની શકે, 

કોઈ હોંકારો દે તો પડઘો પડી શકે. 


થોડુ હું નમું, થોડુ તમે નમો બસ, 

એમ દિલથી દિલ સુધી રસ્તો બની શકે,


સાતેય કોઠે હોય સંતોષ તો, 

માણસ જુદી રીતે વિવેકી બની શકે. 


હોંકારો દેનાર કોઈ એક મળવો જોઈએ, 

તો જ સ્નેહના સૂર રેલાઈ શકે. 


અમથું નથી ઝળહળ થવાતું ભાવના બહારથી, 

દિલથી હોંકારો ભળે તો વાત બની શકે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational