STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

હનુમાનજીનું હાલરડું

હનુમાનજીનું હાલરડું

1 min
337

આજ ચૈતરનો ચાંદલો ચમકે

પોઢને મારા વીર

દશે દિશાએ વીંઝણા વાયે

શિવ કૃપા તવ શિર

પોઢી જા, લાલ રે મારા

માત અંજની હેતે ઝૂલાવે.


હાથમાં ગદા રમતી ભમતી નાની 

ચંચલ ચક્ષુ ચિત્તચોર

દૂર ગગને નજરું માંડે

પ્રસન્ન છે બાલવીર

કેસરી નંદને નીંદરું ના આવે,

માત અંજની હેતે ઝૂલાવે.


ઉર આનંદે આંખ મીંચાણી

અંજની માને સપનું દેખાણું

ભાગ્યવંત મા ભારતની ભૂમિ

પવન દેવે દીધું લાખેણું નજરાણું


માત તારો લાલ બડભાગી

દેવાધિદેવની છે પ્રસાદી

ધર્મપથી શક્તિ- ભક્તિની મૂર્તિ

પરમેશ્વરથી બાંધશે પ્રીતિ


ઝબકી જાગી માત અંજની નીરખે,

હરખે ઉર આનંદે મલકે


પોઢ રે પોઢ મારા લાલ બજરંગી

જગ આખું  મને લાગે ઉમંગી

લઈ ચૂમી મા અંજની હરખી

મુખની લાલી ને આભા છે પ્યારી


ભક્ત ભગવાનનાં મિલન થાશે

ભગવદ્ શક્તિનો સથવારો થાશે

યુગ તારી ગાશે અમર ગાથા

પોઢને  મારા લાલ  સુભાગા

કેસરીનંદને નીંદરું ના આવે,

માત અંજની હેતે ઝૂલાવે.


ભવ કલ્યાણી મા ભાવમાં ડૂબી,

ચંદન વાયરે પહાડી ઝૂમી


લાલ તારો મા લાંઘશે જલધિ

પવનવેગી ઘૂમશે અવની

હિમાળેથી સંજીવની લાવશે ઊડી

અવધપુરી ગાશે ગાથા રુડી


જડીબુટ્ટી રામની જાણશે જ્યારે

ચાર જુગનો કલ્યાણી થાશે

વીર કેસરી ગર્જના કરશે

દશે દિશાઓ હાકથી કંપશે

કેસરીનંદને નીંદરું ના આવે,

માત અંજની હેતે ઝૂલાવે


થાજે મોટો ને જાજે ડુંગર ભમવા

માત કરથી આજ ઝૂલી લે સુખવા

જાગવાનું થાય ત્યારે જાગજે ‘ સુંદર’

વાટ જુએ છે તારી મીઠડી નીંદર


પનોતી પાસ ન ઢૂંકવા દેજે

રામ ભક્તિથી અમર થાજે

કેસરીનંદને નીંદરું ના આવે,

માત અંજની હેતે ઝૂલાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational