STORYMIRROR

Rekha Patel

Drama

4  

Rekha Patel

Drama

હલેસા

હલેસા

1 min
307

નાવડી મારી વહે મજધારે,

મારું હલેસા આગળ વધે,


દૂર દૂર ક્યાંય નથી દેખાતો કિનારો,

અફાટ જલરાશિ વચ્ચે આગળ વધે,


તોફાની પવનો આમતેમ ભટકાવે,

ઉછળતાં મોજાઓ સંગે આગળ વધે,


એક એકલી નાવડી મારી ઉગારો,

પ્રભુની પ્રાર્થનાઓ સાથે આગળ વધે,


આ તોફાન તો કુદરતી આફતની સોગાત,

મારાં હૈયાનાં ધબકાર સાથે આગળ વધે,


"સખી" જીવનનાં દરિયામાં માર્યા હલેસા ઘણાં,

આશાઓનો કિનારો મેળવવા આગળ વધે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama