STORYMIRROR

Kalpesh Vyas

Drama

3  

Kalpesh Vyas

Drama

.... હજુ બાકી છે

.... હજુ બાકી છે

1 min
21.9K




દરિયારુપી સંસારમાં જીવનરુપી હોડી,

અરમાનોના હલેસાથી અમે હાંકી છે,

અડધો દરિયો તો પાર કરી લીધો છે,

પણ અડધો દરિયો, હજુ બાકી છે,


ક્યારેક સુખની ભરતી આવી

ક્યારેક દુ:ખની ઓટ આવી,

તો ક્યારેક તળાવની જેમ શાંતિ હતી,

પણ સામનો ત્સુનામીનો, હજુ બાકી છે,


મધદરીયે તોફાનમાં ગોતા ખાય છે હોડી,

ન તો આગળ જવાય, ન તો પાછળ અવાય,

મન મૂકીને જમીન પર વરસે છે વાદળો,

છતાંએ તરસ મૃગજળની, હજુ બાકી છે,


કેવા અજીબ દાખલા ગણાવે છે જીંદગી,

ક્યારેક સરવાળા, તો ક્યારેક બાદબાકી છે,

ગુણાકારની કરવામાં સમય વિતી ગયો,

છતાએ ભાગાકારનો સામનો, હજુ બાકી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama