STORYMIRROR

Rayde Bapodara

Tragedy

3  

Rayde Bapodara

Tragedy

હીરો

હીરો

1 min
197

હીરો ચાલે મલપતો 

ને સૌને સંભળાવતો જાય,

હીરો થવું કંઈ સહેલું નથી 

એમાં જાત આખી જાય ઘસાઈ,


પથ્થર વચ્ચેથી હું અળગો થયો 

ને જોનારા ગયા સૌ અંજાઈ,

ખાણમાંથી મને કાઠે લાવ્યા 

ચળકાટ જોઈને પામ્યા નવાઈ,


નગરચર્યા જોવા રાજા નીકળ્યા

ટોળું જોઈને રાજા પામ્યા નવાઈ,

મને ઉપાડી રાજા લઈ ગયા,

ને કિંમત આપી મારી સવાઈ,


હીરા પારખુને રાજમાં બોલાવ્યા,

કિંમત મારી આજ અંકાઈ,

બસ ત્યારથી હું કેદ થયો છું 

રહ્યો છું કેદમાં હું મૂંઝાઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy