હે માં, ફરી તારું બાળક થાવું છે
હે માં, ફરી તારું બાળક થાવું છે
તારા પાલવમાં લપેટાઈને,
તારા દુપટ્ટામાંમાં સમેટાઇને..
તારા હાલરડાંમાં ખોવાઈને,
તારી આંખોથી જોવાઇને..
તારા હાથના સ્પર્શમાં,
તારા પ્રેમનાં ઉત્કર્ષમાં..
ફરી એક વાર મારે
મોટાં થાવું છે,
હે માં, મારે ફરી તારું
નાનું બાળક થાવું છે..
ભલે આવી ગઈ હોય મૂછો,
કે થયો હોઉં છ ફૂટ ઊંચો,
મારે તારાં ખોળામાં
ફરીવાર સમાવું છે,
હે માં, મારે ફરી તારું
નાનું બાળક થાવું છે..
લખી લીધું, વાંચી લીધું, બહુ
યાદ રાખી લીધી જ્ઞાનની વાતો,
તારી હજારો વાર્તાઓમાં
મારે ફરીવાર ખોવાવું છે,
હે માં, મારે ફરી તારુ,
નાનું બાળક થાવું છે.
