હદ હોય
હદ હોય


માણસ તું ઊભો રહે, કહું છું થંભી જા,
અનિતી, અધર્મની પણ કોઈક હદ હોય,
માન, પ્રતિષ્ઠા, મોભાનું જેને મદ હોય,
ભગવાનની સામે, કીડી સરીખું કદ હોય,
પશુ, પંખી, જંતુ અને સમસ્ત પ્રકૃતિ,
હેરાન હોય, અત્યાચાર અનહદ હોય,
ત્યારે જ ભગવાન આવી સજા કરે,
ત્યાં એને ક્યાં કોઈ દેશ કે સરહદ હોય,
એને પણ એવાજ ગમે છે લોકો જેના,
હૈયા દુઃખીઓને દેખીને ગદગદ હોય,
ભૂખ્યાને ભોજન, તરસ્યાં ને પાણી બસ,
આ સમજે તેનું પ્રભુ હૈયે ઊંચું પદ હોય.