STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

4  

Ramesh Patel (Aakashdeep)

Romance

હૈયામાં ફૂટી વસંત

હૈયામાં ફૂટી વસંત

1 min
158

હૈયામાં ફૂટી વસંત !…

મારા હૈયામાં ફૂટી વસંત !

ગીત રૂડાં ગાવા દો

મહેક્યા આ મોગરા સમ મન,

પવન દેવ વહેવા દો,

 

ખીલ્યાં અંગ અંગ રંગી ઉપવન,

હરખ મને ઢોળવા દો

વ્હાલી હાલી યાદોની વણઝાર,

પોઠો મને ગણવા દો,

 

ના છૂપ્યા છૂપાય કેસુડા આ અંગ,

મુખલડાં સજવા દો

નટખટ નયનોમાં નાચે રે મોર,

આભલડે ટહુકવા દો,

 

ભાવે ભીંજાયાં હેતનાં રતન

સંગીતડે મઢવા દો

યૌવન ઝીલે વાસંતી શણગાર

વ્હાલ મારા ઝૂમવા દો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance