STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

4  

Ramesh Patel (Aakashdeep)

Romance

હૈયા મહીં

હૈયા મહીં

1 min
223

પ્યારના રંગોજ રમતા દીઠા જગે,

ને  હસી  તેને  રમાડું  હૈયા  મહીં,

હેત  મારા ચીતરું ભીંના શબ્દથી,

ને મઢું પ્યારા રંગોથી હૈયા  મહીં.

 

માંડને ઓ પવન વાતો તું વસંતની,

છે જ મારે ડોલવું બસ હૈયા  મહીં,

જાત  મારે  ઢાળવી  છે  રેતી  પટે,

છે  સમાવું  લહર સંગે  હૈયા  મહીં.

 

રાહ જોઉં બારણે પળપળ માપતાં,

ભાવમાં ડૂબી જ  ભાળું  હૈયા મહીં,

કેમ  ઝરણાંઓ  કહું તમને  વાતડી,

ખળખળ ઉછળતી રમે એ હૈયા મહીં.

 

ગાય ગીતો નયન મારા  ફૂલો  બની

‘દીપ આજે ઝગમગે તવ હૈયા  મહીં

પ્યારના રંગોજ રમતા દીઠા જગે,

ને  હસી  તેને  રમાડું  હૈયા  મહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance