હાય રે આ પરિક્ષા
હાય રે આ પરિક્ષા
પરિક્ષા..... પરિક્ષા.... પરિક્ષા
હાય રે આ પરિક્ષા..... હાય રે આ પરિક્ષા
પરિક્ષા ના શિખરો સર કરવા,
મંડી પડું વિષયોના મંથનમાં.
ગણિત નાચે મારી આસપાસમાં,
મુંઝાઉ આંકડાની માયાજાળમાં.
સામાજિક વિજ્ઞાનના આ જ્ઞાનમાં,
હું ગુંથાઈ જાઉં તેના સવાલમાં.
મારી ગુજરાતી ને હિન્દી ભાષામાં,
ઘણુંય વૈવિધ્ય છે તેના ભાવમાં.
વિદેશી કહેવાય અંગ્રેજી ભાષા,
ને છતાં પણ સૌ છે તેના પ્રેમમાં.
સંસ્કૃત ભાષા તો ભાષાની નાનીમા,
પણ તે તો સમાઈ છે ચોપડીમાં.
આમ આ સાત વિષયના સૂરમાં,
ને ટકા મેળવવાના ટેન્શનમાં.
બાળપણ ખોવાઈ છે પરિક્ષામાં,
ભૂલાય છે રમવાનું લેસનમાં.
ઓ.. હો મમ્મી મારી છે ટેન્શનમાં,
ને હું બિચારી વ્યસ્ત છું લેશનમાં.
હાય રે આ પરિક્ષા... હાય રે આ પરિક્ષા....
