હાથમાં હાથ
હાથમાં હાથ
હાથમાં હાથ સાથમાં સાથ
કદમ કદમ મેળવીને ચાલો,
ના કોઈ ધર્મ ના કોઈ મર્મ
એકતાની સાથે ચાલો,
દેશની પ્રગતિ સૌની શકિત
દેશની મુક્તિ ને લઈને ચાલો,
શહીદોની અસ્થિ વીરોની વસ્તી
દેશની ક્ષણોને યાદ કરીને ચાલો,
દેશની અખંડતા માટે દેશની શાન માટે
કદમ કદમ મેળવીને ચાલો.
