હાથકડી
હાથકડી
તારી સાથે નજર મળતાં, તને મેં દિલમાં વસાવી લીધી,
તારો પ્રેમ મેળવવા માટે મેં, તડપ ખૂબ સહન કરી લીધી.
તરસી રહ્યો હતો મિલન માટે હું, તરસ તે ખૂબ વધારી દીધી
તને મારા પ્રેમની મૂરત માનતાં, આરાધના તે ખૂબ કરાવી લીધી.
તારી ખુશી માટે તારી હર એક તમન્ના, મેં પ્રેમથી પૂરી કરી દીધી,
તારો પ્રેમ મેળવવા માટે મે, પ્રેમની અમીરાત પણ બનાવી દીધી.
તારૂં સ્વાગત કરવા માટે મેં, તારાઓની મહેફિલ સજાવી દીધી,
મારા દિલનું મયખાનું ખોલીને મેં, પ્રેમની જામને છલકાવી દીધી.
ન જાણે કેવી ફરિયાદો મુજ પર, તેં નફરતથી વરસાવી દીધી,
"મુરલી" પ્રેમની અદાલતમાં મુજને, તે હાથકડી પહેરાવી દીધી.

