Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

હાલને સખી ગામડે

હાલને સખી ગામડે

1 min
155


હાલને સખી ગામડે જઈએ,

ખળ ખળ કરતા ઝરણા માં નહાવા જઈએ,

હાલને સખી ગામડે જઈએ,

આ આંબે ગાતી કોયલ ને ડુંગર પર નાચતા મોરના ટહુકાને માણવા ગામડે જઈએ,


આ લીલા તાજા શાકભાજી ને,

આ તાજા દહી છાશનો સ્વાદ લેવા ગામડે જઈએ,

આ ભાત લઈ ને જાતી આ સ્ત્રીના કંગનના રણકાર અને પાયલના ઝણકાર ને સાંભળવા ગામડે જઈએ,

આ કાઢી ખીચડી ને ઓળા,

ચૂલા પરના રોટલાનો મીઠો સ્વાદ લેવા ગામડે જઈએ,


આ સવાર સવારના ભજન આરતી,

અને આ બળદના ઘૂઘરાના મધુર અવાજને સાંભળવા ગામડે જઈએ,


આ સાંજની આરતી ને અજાન,

આ ઇદ ને દિવાળી મનાવે સૌ સાથે મળી,

હાલ આ માનવતાની મહેકને માણવા ગામડે જઈએ,


આ આંબો આમંત્રણ આપે,

આ કેસુડો ક્યારનો બોલાવે,

આ ખેતરનો મોલ બોલાવે,


આ વસંતનો વાયરો સંદેશ મોકલે,

હાલને સખી ગામડે જઈએ,

આ મોબાઈલની માયા મૂકી,

શહેરનો મોહ મૂકી,

હાલને ગામડે જઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy