હાલને ભેરુ
હાલને ભેરુ


શું છે જીવન આજ આપણે એને જાણી લઈએ.
હાલને ભેરુ મળ્યું છે એ બાળપણ માણી લઈએ.
જોને ઉપર ખુલ્લું આભ ભૂરું છત્ર ધરીને ઊભું,
નીચે ધરાની લીલી ચાદરમાં પગલાં પાડી લઈએ.
કરી છબછબિયાં પાણીમાં વાતો એનાથી કરીએ,
મૂક વાત લેસનની ભેરુ પ્રકૃતિને પિછાણી લઈએ.
ખળખળ વહેતા ધવલ ધોધે સંગીત હો રૂપાળું,
ઉગમણે સપ્તરંગી ધનુ રંગતણી લ્હાણી લઈએ.
આવ્યો અવસર લઈ લે પટ્ટો અવનીપટલે ભમી,
સાવ અનોખું રૂપ કુદરતનું બેમોઢે વખાણી લઈએ.