STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Drama

4  

Ramesh Patel (Aakashdeep)

Drama

હાલી મારા વાલીડા

હાલી મારા વાલીડા

1 min
331


ઢોલને દરબાર હું તો હાલી મારા વાલીડા

સોળે શણગારે છલકી મલકું મારા સાથીડા

 

પૂનમનો ચાંદલિયો ચમકે વ્યોમે મારા વાલીડા

પહેરી માથે પાઘ રમવા આવો મારા સાથીડા

 

કેડિયાનાં કામણ મીઠાં લાગે મારા વાલીડા

મનમાં મલકી મલકી હાલું મારા સાથીડા

 

બંસરી વાગે ને ઘેલા ઘૂમીએ મારા વાલીડા

રાસે રમતો કાનો થઈને આવો મારા સાથીડા

 

ચાંપાનેરના ચાર ચૌટે રમવું મારા વાલીડા

નવરંગી ઓઢણીયે સપનાં ઓઢું મારા સાથીડા

 

ચાંદલિયારી ચૂંદડીએ ઝીલ્યા નવલખ તારલડા

ઢોલને દરબારે હું તો હાલી મારા વાલીડા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama