હાલ ભેરુ ગામડે
હાલ ભેરુ ગામડે
તું શહેર નો આશિક,
હું ગામડાં ની દિવાની.
તું એકાંતમાં ડુબનાર,
હું ભીડમાં રહેનાર.
એકબીજાની અલગ અલગ પસંદને,
સમાધાન કરી ને હાલ ભેરુ ગામડે.
ઉડે ગૌધૂલી ગોપબાળની,
મીઠી લાગે એ ગામની ગૌચરની.
થોડુ જતુ તું કરે થોડુ હું કરુ,
પણ રહીએ સાથે, ચાલ ગામડે ભેરુ.
ના તું મને રોકે, ના હું તને ટોકું,
મઝા છે ગામમા, ચાલ ભેરુ ગામડે..
