હા! મને પ્રેમ છે તારાથી
હા! મને પ્રેમ છે તારાથી
વાકિફ છું હું તારી બેવફાઇથી હજી,
યાદ છે મને તારા દરેક જૂઠાણાં હજી,
છતાં કહું છું હું, હા! મને પ્રેમ છે તારાથી..
તારા ચીડવીને 'ના' માનવાની ટેવથી હેરાન થઉં છું હું,
અલગ અલગ છોકરીના સબંધથી પરેશાન થઉં છું હું,
છતાં કહું છું હું, હા! મને પ્રેમ છે તારાથી...
તારા ધિક્કારથી દિલ ધ્રુજી ઉઠે છે મારૂ,
તારા પ્રેમના વહેમમાં જીવી રહી છું હું,
છતાં કહું છું હું, હા! મને પ્રેમ છે તારાથી...
તારા પ્રેમ ભર્યા અવાજને સાંભળવા તડપી રહી છું હું,
તારા અંતિમ શબ્દથી હ્રદયમાં તિરાડ પડી રહી છે મારા,
છતાં કહું છું હું, હા! મને પ્રેમ છે તારાથી..
તારા ગુસ્સામાં થયેલી લાલ આંખથી ડરું છું હું,
તું મને છોડી દઈશ એ ડરથી પળ પળ મરું છું હું,
છતાં કહું છું હું, હા! મને પ્રેમ છે તારાથી..
રાહ દેખીને રસ્તો માપું છું હું પાગલ તારી,
જ્ઞાન હોવા છતાં અશ્રુથી ભીંજાય છે પાંપણ મારી,
છતાં કહું છું હું, હા! મને પ્રેમ છે તારાથી..
તારી નફરતની નજરમાં ક્ષણ ક્ષણ બળશે આત્મા મારો,
પડેલા ઘાથી તૂટશે રોમરોમને આત્મવિશ્વાસ મારો,
છતાં કહું છું હું, હા! મને પ્રેમ છે તારાથી..
થાકીને તું આવીશ પાસે મારી પ્રેમની શોધમાં,
એ પળથી થશે નવી શુરુઆત પ્રેમના સફરની,
ભુલાશે બધી ભૂલો ને તું કહીશ, 'હા! મને પ્રેમ છે તારાથી'..