STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Others

4  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Others

હા હું ચ્હા પીવું છું

હા હું ચ્હા પીવું છું

1 min
230

હાથમાં પકડી હાશ પીવું છું

થોડી ઘણી નવરાશ પીવું છું

હા હું ચ્હા પીવું છું,


વારી ન્યારી સૌની પ્યારી

ગરમ સ્વભાવે શાતા કરું છું

હા હું ચ્હા પીવું છું,


ખાસ મારી અંગત ગણું છું

તારી બહુ હું કદર કરું છું

હા હું ચ્હા પીવું છું,


સફેદ રકાબી ચૂસકી લઈને

માયાનો હું સ્વાદ લઉં છું

હા હું ચ્હા પીવું છું,


તારા હાથની થોડી થોડી

થોડો થોડો તારો થઉં છું

હા હું ચ્હા પીવું છું,


ફુદીના ને આદુવાળો

હું નાનો જામ પીવું છું

હા હું ચ્હા પીવું છું,


ચ્હા ના મદમાં છક થઈને

કવિનો ખયાલ પીવું છું

હા હું ચ્હા પીવું છું,


ફૂંક મારીને ઠંડી થયેલી

હોઠે ચૂમી પાન કરું છું

હા હું ચ્હા પીવું છું,


એ જો પાછો દોસ્તાર આવ્યો

ચ્હાને દુઃખ ને હાફ કરું છું

હા હું ચ્હા પીવું છું,


ભૂલ્યો ખુદ ને દિલ ખોલીને

ભાન પીવું છું

હા હું ચ્હા પીવું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract