STORYMIRROR

MITA PATHAK

Abstract Romance Fantasy

3  

MITA PATHAK

Abstract Romance Fantasy

ગુલાબી યાદે

ગુલાબી યાદે

1 min
284

યાદ છે, તારો હાથ હતો મારા હાથમાં,

ગુલાબી ઠંડીમાં જાણે, હુંફાળો સાથ,


બાગની બેંચ, ને મંદ મંદ પુષ્પોની મહેક,

પ્રેમની પહેલી ઝાકળ, ને ગુલાબી યાદમાં,


પક્ષીની સાક્ષી, ધીમે વાતી ઠંડી લહેરી,

ઉપવનની સુંદરતા, પ્રેમના ગુલાબી ફૂલમાં,


સંગમ હતું એતો જન્મોજનમની વાતનું,

સાત ફેરાના સાત વચનના, બોલ સાથમાં,


તારા હાથમાં મારો હાથ, પ્રેમની એ વાત,

યાદ છે, મને ગુલાબી ઠંડીને, ગુલાબી યાદ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract