ગૃહિણીને વેકેશન ક્યાં આવે છે !
ગૃહિણીને વેકેશન ક્યાં આવે છે !
હું તો એક ગૃહિણી મારે ક્યાં વેકેશન આવે,
બાળકોની સ્કૂલ,
પતિદેવની ઓફીસ,
ઘરકામ,
બાળકોના ટ્યુશન,
બાળકોના હોમવર્ક,
ઘરના બધાની ત્રણ ટાઈમની રસોઈ,
કપડાં વાસણ ને પોતા,
એમાં જ અમારી જાત ને ખોતાં,
ઉનાળુ આવે વેકેશન લાવે,
પણ અમારા માટે તો વધારાનું કામ લાવે,
મસાલા, અથાણાં, પાપડ, અનાજ સાફ કરવાની મોસમ આવે,
મહેમાનો તો ઉપર બોનસમાં આવે,
અમે તો ગૃહિણી અમારે ક્યાં વેકેશન આવે,
વિચારીએ જ્યાં થોડી નવરાશમાં,
એક દિવસની પિકનિકનું ત્યાં તો,
દાદીમાં બીમાર પડી જાય,
અમારી તો મનની મનમાં રહી જાય,
અમે ગૃહિણી અમારે ક્યાં વેકેશન આવે,
અમારે ના રવિવારની રજા આવે,
ના તહેવારોની મજા આવે,
અમારે ભાગે તો ઘર કામ ને જવાબદારીની સજા આવે,
બસ અમને નથી જોઈતો તખ્તો તાજ,
બસ અમારી કુરબાનીની થોડી કદર મળે,
અમે તો ગૃહિણી અમારે ક્યાં વેકેશન આવે.
