STORYMIRROR

Chirag Padhya

Drama Fantasy

3  

Chirag Padhya

Drama Fantasy

ગરબો

ગરબો

1 min
14.1K




માં અંબે મા .....માં અંબે માં .....

તારા મંદિરીયે રે માં જ્યોત જગાવી મેં,

માડી તું આવને રે દર્શન દે મુજને.... .

તારા મંદિરીયે રે જ્યોત જગાવી મેં,

માડી તું આવને રે દર્શન દે મુજને....


માં અંબે માં......માં અંબે માં...

રાતલડી જામી ગરબે ઘુમતી,

પૂનમનો ચાંદલો ચમકે આકાશે,

તમે ના આવીયા નીરખી વાટ રે,

શોધે આંખલડી બની ઉદાસ રે,

હે ...જોઈ બેઠા તારી વાટ રે.....

તારા મંદિરીયે રે જ્યોત જગાવી મેં.....


માં અંબે માં.....માં અંબે માં...

ગરબે ઘૂમતા રે ચાચર ચોકે,

માત બિરાજે ગબ્બરના ગોખે,

આશ અમને તમ દર્શનની,

પ્રેમે માડી કરીયે પ્રણામ રે,

હે....મા તું આવ અમ આંગણે,

તારા મંદિરિયે રે જ્યોત જગાવી મેં....


માં અંબે માં.....માં અંબે માં....

શીશ ઝુકાવી માનાં દ્વારે,

ભક્તિ અમારી કરજે સ્વીકાર રે,

તારા વિના મુને કાંઈ ના સૂઝતું,

આરતી ટાણે વહેલા રે આવો,

હે.....મન મંદિરમાં કરો વાસ રે.

તારા મંદિરીયે રે જ્યોત જગાવી મેં....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama