ગરાસ દિલનો
ગરાસ દિલનો
જ્યાં ખજાનો દિલ તણો લૂંટાય છે;
એટલે મન એકલું મૂંઝાય છે.
થાપ ખાઈ ગ્યો સમય જેવો સમય,
દુશ્મનો જ્યાં પ્રેમથી જીતાય છે.
ઝાંઝવાનું સરનામું બસ શોધજો,
એમ ક્યાં કસ્તુરી મૃગ પકડાય છે?
ધૂળ જામે જો ભીતરના દર્પણે
સત્ય દ્રશ્યો પણ ત્યાં ઝાંખા થાય છે.
એકઠા તો સૌ "દિલીપ" અહીં થાય છે,
એક થાવામાં કહો શું જાય છે?
