STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Classics

4  

Dhanjibhai gadhiya "murali"

Classics

ગોપીની ફરીયાદ

ગોપીની ફરીયાદ

1 min
372

મને ભોળીને ભરમાવી ગયો રે

નંદ યશોદાનો લાલ.

મારગડે આડો આવી ઉભતો રે,

નંદ યશોદાનો લાલ.


રોજ આવીને ઘરની ખીડકી ખોલતો,

ગોવાળીયા સંગ ઘરમાં આવતો.

ગોરસના માટલા તોડતો રે,

નંદ યશોદાનો લાલ.


ગોરસ વેચવા હું તો મથુરા જાઉ,

કાનાને જોઈ હું સંતાઈ જાઉં.

મારી ચુંદડીનો છેડલો તાંણતો રે,

નંદ યશોદાનો લાલ.


એકલી જોઈને ખુબ સતાવતો,

નખરાં કરીને મને તડપાવતો,

સપનામા નીંદર બગાડતો રે,

નંદ યશોદાનો લાલ.


સાસુ નણંદના મેણલાં હું સાંભળુ,

કામકાજમાં જ્યાં મનને લગાવું,

ત્યાંતો મધુરી "મુરલી" છેડતો રે,

નંદ યશોદાનો લાલ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics