સ્નેહનું સ્પંદન
સ્નેહનું સ્પંદન
આ નદી, આ ઝરણાં જોને જેમાં કાયમ વહેતાં પાણી મીઠાં !
આ ખારા જળનો વિશાળ દરિયો ભર્યો
પણ નાનો લોટો લાગે મોટો મીઠા જળનો ભર્યો !
રાખ તારા મનને તું કાયમ વહેતું સ્નેહનું ઝરણું !
શાને કાજે બને તું વિશાળ દરિયો અભિમાની ?
ના ઉપયોગી, ના ઉપભોગી વિના તું સ્નેહે સંયોગી !
વહાવી દે તું સ્નેહનું ઝરણું વહેતું જેમાં
સ્નેહનું સ્પંદન ઓ સાથી સંયોગી !
લાગશે મીઠું જીવન જીવવું પ્રેમ તો કરિજો પ્યારું !
ન તારું ન મારું બસ બની સમાન ગાઈએ ગીત આપણું.
મન કહે મારું સ્નેહનું ઝરણું વહાવી
વહી જવું તને આ જીવનમાં 'સ્નેહની સરવાણી.'
