STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Classics Others

3  

Jaya. jani. Talaja."jiya"

Classics Others

ચોમાસુ

ચોમાસુ

1 min
265

નીરખી લે, 

નખરા નીર ના, 

જે ઉતર્યા,

આકાશેથી આજે.


કેદ કરી લે, 

કલમ વિના ચિતરયા

પ્રકૃતિએ, 

મેઘધનુષ્યના રંગ આજે.


નાચતાં રેલાનાં, 

ઠઠારા મન ભરીને, 

માણી લે આજે.


ગાંડોતૂર બની... 

વરસે છે મેઘ આજે, 

કેવો છે ?

એનો મિજાજ,

પારખી લે આજે.


અદભુત ચોમાસાનો, 

લા'વો નહીં મળે કાલે.

ચાલ, 

આપણે ભીંજાઈએ આજે.


નીકળીએ,

છત્રીની આડમાંથી, 

આખા આકાશને, 

ઘુરતા ઘુરતા જઈએ.


તરસતાં નહીં,

વરસતાં જઈએ.

મુશ્કેલી સામે, 

હસતાં હસતાં જઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics