આંખો કંઈક કહે છે
આંખો કંઈક કહે છે
ના કહેવાતા શબ્દો, આંખોથી કહી જાય છે,
પ્રેમ અને દર્દ પણ, આંખો કહી જાય છે,
ગુસ્સામાં એની આંખો, ઘણું બોલી જાય છે,
રિસાઈ જાય ત્યારે, મનાવતા માની જાય છે,
અન્યાય સહન ના થતા, ગુસ્સો કરી જાય છે,
પ્રેમ અને સ્નેહ થકી, ગુસ્સો ઓગળી જાય છે.

