Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Classics

4.0  

Neha Desai

Classics

એક નામ

એક નામ

1 min
245


જન્મતાંની સાથે જન્મતું, એક નામ,

મા બાપનાં નામથી, ઓળખાતું, એક નામ !


બાળપણમાં હસતું રમતું, એક નામ,

મિત્રોની સોબતે ખીલતું, એક નામ !


યૌવનની ડાળે ઝૂલતું, એક નામ,

જીવનસાથીનાં પ્રેમથી મહોરતું, એક નામ !


સંસારરૂપી સાગરમાં સહેલતું, એક નામ,

જવાબદારીઓનાં જોરથી, ઝઝૂમતું એક નામ !


ઉંમરની સાથે વધતું, એક નામ,

અનુભવનાં સાથથી શીખતું, એક નામ !


સંતાનોની પ્રગતિમાં ખુશ થતું, એક નામ,

વનપ્રસ્થાને પ્રવેશતું, એક નામ !


લાકડીનાં ટેકે ચાલતું, એક નામ,

હાથોનાં નેજવે, રાહ જોતું, એક નામ !


બધાંની અપેક્ષાઓને પૂરું કરતું, એક નામ,

અંતે, પરમાત્મામાં, વિલીન થઈ જતું, એ જ નામ,

ને, તસ્વીર બની, યાદોમાં સ્મરાતું, એ જ નામ !


Rate this content
Log in

Similar gujarati poem from Classics