STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Classics

3  

Jaya. jani. Talaja."jiya"

Classics

મેહુલિયો

મેહુલિયો

1 min
301

એ તડપતી

તરસતી રહી,      

મળવા મને, 


હું પણ વ્યાકુળ, 

બેતાબ થયો, 

મળવા એને. 


ચોઘડિયા,ઘડિયા, 

માળવાના ચોમાસે.


રડતા એના વિરહમાં, 

નયન ને, ભરાયા વાદળ.


"ધરા"ને મળું હું કેમ ? 

મને આકાશે,

બાંધી સાકળ.


"આવ રે,મેહુલિયા"

"આવ રે, મેહુલિયા"

સાદ દેતી.

સંવેદના જગાવતી.

ધરા મને બોલાવતી.


આકાશની કેદમાં હું, 

વીજ ગરજી ને,

તેને બતાવતી.

વાદળી ને વીજ,-

"ધરા ને મેહુલિયાના ગીત ગાતી.


કરો કૃપા મેહુલિયાજી, 

અમારી ધરા પર.

આવો ખૂબ વરસોને, 

સૃષ્ટિને આનંદ વિભોર કરો. 


Rate this content
Log in

Similar gujarati poem from Classics