STORYMIRROR

Tirth Soni "Bandgi"

Classics Inspirational

3  

Tirth Soni "Bandgi"

Classics Inspirational

શરાબમાં શ્યામ દેખાય

શરાબમાં શ્યામ દેખાય

1 min
177

ઓ ખુદા, તેં તો મને કેવો ડરાવ્યો ?

કે શરાબમાં ય શ્યામ દેખાય છે !


નથી બારણું ય જોયું મેં પીઠાંનું,

છતાં આંખે શરાબી ઓળખાય છે !


શરાબનો રંગ સુધ્ધાં નથી ભળ્યો 

ને મને મદિરાનો પ્યાસી કહેવાય છે !


ખબર નઈ ક્યાંથી ફૂટે ગઝલનું ઝરણું !

ને મને શાયરોના નામમાં ભેળવાય છે !


નક્કી મરીઝ મનમાં આવી મળ્યો,

નહીં તો 'બંદગી' ક્યાં પીઠામાં ગવાય છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Classics