બેઠો છે...
બેઠો છે...
કેટલાં આંસુ, દબાઈને બેઠો છે,
એક દરિયો, અંદર, છૂપાઈને બેઠો છે !
બહુરુપી, માણસોની ભીડમાં,
એક કાચિંડો, ક્યાંક, સંતાઈને બેઠો છે !
રંગબેરંગી, ફૂલોનાં ઉપવનમાં,
એક ભ્રમર, કુંજ ગલીમાં, ભરાઈને બેઠો છે !
શબ્દોનાં, ઝેરી વાગ્યુધ્ધમાં,
એક વીંછી, કેવો લપાઈને બેઠો છે !
મનનાં, અઢળક અરમાનોમાં,
એક અધૂરી 'ચાહત'નો સૂર, ક્યાંક દબાઈને બેઠો છે !
