તારી જ્યોતનો દીવો
તારી જ્યોતનો દીવો
મા મારા મનમંદિરીએ ,તારી જ્યોતનો દીવો(૨)
દીવો ઝગમગ થાય મા, ઝગમગ થાય,
તારી જ્યોતનો દીવો મારે મનમંદિરે ઝગમગ થાય,
સો સો સૂરજનું અજવાળુ તારી મ્હાંય,
મનમંદિરને દીવે મારે દે દે એ ઉજાસ,
મા રગરગમાં મારી પ્રસરે (૨)
તારી જ્યોતનો પ્રકાશ- મા મારા મનમંદિરીયે,
તારી જ્યોતનો દીવો મને , નિર્મળ બનાવે,
તારી જયોતનો દીવો મને , સરળ બનાવે,
મા રગ રગમાં મારી પ્રસરે (૨)
તારી જ્યોતની પાવનતા - મા મારા મનમંદિરીયે,
સત્ય ને પ્રેમની દીવેટ બનાવી,
શ્રદ્ધા ને વિશ્વાસનું ઘી ઉમેરી,
મા અંતરથી આરતી ઉતારી (૨)
તારી જ્યોતનો ઝળહળાટ - મા મારા મનમંદીરીયે.
