STORYMIRROR

kusum kundaria

Classics

4  

kusum kundaria

Classics

પિતા

પિતા

1 min
515

શિક્ષણ અને સત્કર્મનો વારસો આપે છે,

જીવનભર સંઘર્ષ વેઠી, જીવનપથ કાપે છે,


ઝેરના ઘૂંટ પોતે પીવેને, અમૃત સૌને વહેંચે,

ખુદને ટેકાની જરૂર છતાં ટેકો બીજાને આપે છે,


મનમાં દર્દ છુપાવી, ચહેરા પર સ્મિત રાખે,

જાત પોતાની ઘસીને, દુ:ખને હૈયે ચાંપે છે,


સંતાનો મોટા થાય પછી એકલતા ઓઢી લે,

ચૂપ રહીને સબંધોને પણ ક્યારેક માપે છે,


પુરૂષ છે એટલે એ આંસુને છુપાવી જાણે, 

જાતને રોજ-રોજ દુ:ખની સગડીમાં તાપે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics