STORYMIRROR

Sheetal Harvara

Classics Inspirational

4  

Sheetal Harvara

Classics Inspirational

રીતમાં પ્રીત

રીતમાં પ્રીત

1 min
551

થઈ ગઈ મને મારા ગામથી પ્રિત,

મનમોહક લાગે એની રીત.


બેનમુન છે મારા ગામની હરિયાળી,

સુંદર છે હેલની પનિહારી,

થઈ ગઈ મને મારા ગામથી પ્રિત,


ખેડૂતો રમે છે ખેતરમાં,

માટીની સુગંધ છે તેની નસનસમાં,

થઈ ગઈ મને મારા ગામથી પ્રિત,


જ્યાં ઋતુઓની મોજ છે,

જ્યાં પ્રકૃતિ હરરોજ છે,

થઈ ગઈ મને મારા ગામથી પ્રિત,


જયાં મહેમાનોને માન છે,

મોટાઓનું સન્માન છે,

થઈ ગઈ મને મારા ગામથી પ્રિત,


તહેવારોમાં એકબીજાની આણ છે,

જાણે ભેગું થયું માનવમેરામણ છે.


ડેલીએ દાદાઓનો ડાયરો છે,

સરગંટ હોવને મર્યાદાનો વાયદો છે,


થઈ ગઈ મને મારા ગામથી પ્રિત,

મનમોહક લાગે એની રીત.



Rate this content
Log in

Similar gujarati poem from Classics