દ્વારકેશ દ્વાર ઉઘાડો
દ્વારકેશ દ્વાર ઉઘાડો
સુદામા એ લખ્યો કાગળ આજ,
દ્વારકેશ દ્વાર ઉઘાડો...
સુદામા એ૦…
કાગળ લખી દ્વારપાળને દીધો, (૨)
દેજો શ્રી કૃષ્ણને હાથ,
દ્વારકેશ દ્વાર ઉઘાડો…
સુદામા એ૦...
હું રે ઉભો છું તમારે આંગણે, (૨)
આંગણેથી દઉં તમને સાદ,
દ્વારકેશ દ્વાર ઉઘાડો…
સુદામા એ૦...
મોંઘેરી નથી લાવ્યો ભેટ રે ધરવા, (૨)
આવ્યો છું હું ભેટવા કાજ,
દ્વારકેશ દ્વાર ઉઘાડો…
સુદામા એ૦...
છપ્પન ભોગનાં થાળ નથી લાવ્યો, (૨)
લાવ્યો છું તાંદુલનાં સ્વાદ,
દ્વારકેશ દ્વાર ઉઘાડો…
સુદામા એ૦...
મોટેરી આશા લઈ મને રે મોકલ્યો, (૨)
પણ માંગીશ નહિં હું કાંઈ,
દ્વારકેશ દ્વાર ઉઘાડો…
સુદામા એ૦...
આવ્યો છું હું ભાઈબંધને મળવાં, (૨)
આપો બે ઘડી મુલાકાત,
દ્વારકેશ દ્વાર ઉઘાડો…
સુદામા એ૦...
'અર્જુન'નાં સારથી વિનંતી રે સુણો, (૨)
આ રંક વિનવે રાય,
દ્વારકેશ દ્વાર ઉઘાડો…
સુદામા એ૦...
