દરિયો
દરિયો
દરિયો છું, હું દરિયો છું,
ખારો ખારો દરિયો છું,
ઉનો ઉનો દરિયો છું,
માણસ નથી હું દરિયો છું,
પથ્થર નથી હું દરિયો છું,
નદીઓનો સંગમ હું દરિયો છું,
નદીઓનો ભરથાર હું દરિયો છું,
અગનખેલનો દરિયો છું,
અગનગોળાનો દરિયો છું,
શાંતિનો સાગર હું દરિયો છું,
મોજાની થપાટ હું દરિયો છું,
ઘુઘવાટ કરતો હું દરિયો છું,
રઘવાટ કરતો હું દરિયો છું,
સપનાઓનો હું દરિયો છું,
સાગરખેડુનો સાથી છું,
આવતું જતું પાણી નથી,
અમાપ છું, હું દરિયો છું,
શક્તિઓનો સંચય હું દરિયો છું,
વાવાઝોડાનો કેર હું દરિયો છું,
દરિયો છું, હું દરિયો છું.
