તારા વિના
તારા વિના


આમ તો બધું મળશે જીવનમાં તારા વિના,
જાણે ઑક્સિજન નહિ મળે તારા વિના,
આમ તો સઘળું સુખ મળશે જીવનમાં,
પણ કશાયમાં આનંદ નહિ હોય તારા વિના,
સૂર્ય ચંદ્ર તારાઓ દરિયો આકાશ બધું ત્યાંનું ત્યાં જ હશે !
પણ એક મારું હૈયું ઉદાસ તારા વિના,
બધા સુખો મળશે જીવનમાં તારા વિના,
પણ મારી આ મનની બીમારીનો ઈલાજ નહિ થઈ શકે તારા વિના,
ગઝલો રચાશે, ગીતો ગવાશે, મહેફિલ સજાશે તારા વિના,
પણ મારા શબ્દો રિસાઈ જશે તારા વિના,
તારાં વિના જીવનમાં ક્યાં મજા છે,
જાણે જીવન લાગે એક સજા તારા વિના.