વાગી વાગી રે
વાગી વાગી રે
વાગી વાગી રે, વાગી વાગી રે
રાધારમણ તારી મોરલી
વાગી વાગી રે
જાગી જાગી રે, જાગી જાગી રે
ગોપી ઊંઘમાંથી જાગી રે
રાધારમણ તારી મોરલી
વાગી વાગી રે
ભાગી ભાગી રે, ભાગી ભાગી રે
ગોપીઓ વૃંદાવન ભાગી રે
રાધારમણ તારી મોરલી
વાગી વાગી રે
ભાન ભૂલી રે, ભાન ભૂલી રે
ગોપીઓ ભાન ભૂલી રે
રાધારમણ તારી મોરલી
વાગી વાગી રે
ખોવાઈ ખોવાઈ રે, ખોવાઈ ખોવાઈ રે
ગોપીઓ રાસમાં ખોવાણી રે
રાધારમણ તારી મોરલી
વાગી વાગી રે