STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Classics

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Classics

"હું ક્યાં કહું છું".

"હું ક્યાં કહું છું".

1 min
217

હું ક્યાં કહું છું હરેક સમયે તારો સાથ આપ,

પણ ઘડી બે ઘડી તો તારો સાથ આપ,


હું ક્યાં કહું છું ! ચાંદ સિતારા તોડીને લાવ,

બસ ફુરસદની બે ચાર પળો લઈને આવ,


હું ક્યાં કહું છું ! કિંમતી ઝવેરાત લઈને આવ,

બસ પ્રેમભરી બેચાર વાતો લઈને આવ,


હું ક્યાં કહું છું જિંદગી મારે નામ કરી દે,

જિંદગીની બે ચાર પળો મારે નામ કરી દે,


હું ક્યાં કહું છું મારી ઈચ્છાઓને પૂર્ણ કર,

બસ તારા હસતા ચહેરાનું સ્મિત આપી દે,


હું ક્યાં કહું છું દરિયા જેટલો પ્રેમ કર,

બસ ઝાકળ જેટલું વ્હાલ વરસાવી દે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance