કૃષ્ણજન્મની વધામણી
કૃષ્ણજન્મની વધામણી
શ્રાવણ વદ આઠમની મધરાતે,
સુંદર લાલાની થઇ જો પધરામણી.
મનોહર રૂપ ધરી કાનો આવ્યો,
માતા જશોદાને આપે સૌ વધામણી.
નંદકુમાર પોઢે પારણિયે,
ગોકુળમાં જન્મોત્સવની ઊજવણી.
અખિલ બ્રહ્માંડમાં વ્યાપે દિવ્યતા,
બાળકૃષ્ણની ના થાય કોઈ સરખામણી.
શ્યામરંગથી સોહે ઘનશ્યામ,
આજ ધન્ય બની ગોકુળની ધરણી.