જીવન લાલિમા
જીવન લાલિમા


જિંદગી છે સુખદુઃખની ઘટમાળ,
અઘોર લાલિમાનું સૌંદર્ય નિહાળો,
મજા થઈ જશે આ જીવન,
ચોતરફ અનંતનું સૌંદર્ય નિહાળો,
પીડા અનંત છે જીવન ઘટમાળ,
સદૈવ જીવન લાલિમા નિહાળો,
પાપ પુણ્ય છે જીવન કાલિમા,
કલરવ આ જગતનો સૌંદર્ય નિહાળો,
જીવન એકનાં, છે સદેવ ઘટમાળ,
"રાહી" મોદ મબલક માથે મંડાશે,
જીવન ઘટમાળ ક્યારેય પ્રભુ દેખાશે !
ક્ષણિક જીવન સૌંદર્ય લાલિમા નિહાળો.