માતૃભૂમિને વંદન
માતૃભૂમિને વંદન
જન્મ થયો એ મારી માતૃભૂમિને મારા શત શત વંદન,
સ્પર્શ્યા છે ચરણ એ પાવન ભૂમિને મારા શત શત વંદન,
સંસ્કાર અને સંસ્કૃતિ જેની ઝળહળતી ધરોહર છે,
એ મહાન સંતોની ભૂમિ છે તેને મારા શત શત વંદન,
હૃદય બિરાજે છે આ રામ - કૃષ્ણની પવિત્ર ભૂમિ,
સ્વર્ગથી એ મહાન માતૃભૂમિને મારા શત શત વંદન,
સરહદે તૈનાત સૈનિકો અભિમાન છે ભારત માતાનું,
માતૃભૂમિ માટે શહીદ થનારને મારા શત શત વંદન,
વિવિધતામાં પણ એકતા ને સર્વધર્મ સમભાવ છે.
અખંડ ભારતના શિલ્પીને મારા શત શત વંદન.