લાડકવાયી
લાડકવાયી
હું વહાલ સોહી દીકરી
હું વાલી બધાની આંખોની હું રોશની
મારા પપ્પા લડાવે લાડ મને
જગ આખામાં સૌથી ન્યારી
મમ્મી મારી મીઠી આંખ દેખાડે
પણ આંખે વાલ જ્યારે
હેતની તો હેલી વરસાવે
ભાઈ મારો ભોળપણ ભેરુ
એની સદાઈ હું લાડકવાઈ
બેની મારી પ્યારી પ્યારીફૂલની છે ક્યારી
લાગુ એને હું પ્યારી પ્યારી
મારા માવતર મારા ભગવાન
સદાયે લડાવ્યા મને લાડ
યાદ આવે પપ્પાના બોલ
યાદ આવે આજે માની મમતા
ભાઈનો લાડ કેમ ભૂલુ
બેનની મમતા કેમ ભુલાય
દીકરી હું લાડકવાઈ સૌની વાલી વાલી